અધિકારીએ કહ્યું કે, જો જરૂરિયાત પડી તો કેન્દ્ર સરકાર ચાલુ વર્ષે રિઝર્વ બેંક પાસેથી 25-30 હજાર કરોડ રૂપિયા વચગાળાના ડિવિડન્ડની માગ કરી શકે છે. તેઓએ કહ્યું કે, આ વિશે જાન્યુઆરીના શરુઆતમાં આકારણી કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે, રિઝર્વ બેંકના ડિવિડન્ડ ઉપરાંત ડિસઇન્વેસ્ટમેન્ટને વધારો તથા રાષ્ટ્રીય લઘુ બચત ભંડોળના વધુ ઉપયોગ સહિત અન્ય સાઘન પણ છે.
સરકાર રિઝર્વ બેંક પાસેથી લઈ શકે છે 30 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ - Government may seek RS 30000 from RBI
નવી દિલ્હી: નાણાકીય ખાધના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં આશરે 30,000 કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની માગ કરી શકે છે. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. મહેસૂલની વસૂલાતમાં ઘટાડો અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાને કારણે સરકારના નાણાકીય સંસાધનો દબાણ હેઠળ છે.
RBI
નાણાકીય ખાદ્ય ઘટાડવા માટે સરકારે પહેલા પણ રિઝર્વ બેંક પાસેથી વચગાળાનો ડિવિડન્ડ લીધો છે. ગયા વર્ષે સરકારે રિઝર્વ બેંક પાસેથી 28 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ લીધા હતાં. અગાઉ 2017-18માં આ રીતે 10 હજાર કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતાં.