ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશમાં ફસાયેલા ભારતીયોના પાછા ફરવા માટે સરકારેે એસ.ઓ.પી. ઇશ્યૂ કરી - covid-19 in delhi

સરકારે મંગળવારે એક સ્ટાન્ડડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) જાહેર કર્યો છે. જેમાં વિદેશમાં ફસાયેલા ભારતીયો અને ભારતમાં અટવાયેલા લોકો અર્જન્ટ કારણોસર આંતરરાષ્ટ્રીય સ્થળોએ મુસાફરી કરી શકે છે.

etv bharat
વિદેશમાં ફસાયેલા ભારતીયોના પાછા ફરવા માટે સરકારેે એસ.ઓ.પી. ઇશ્યૂ કરી

By

Published : May 5, 2020, 11:44 PM IST

નવી દિલ્હી: સરકારે મંગળવારે એક સ્ટાન્ડડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) જાહેર કર્યો છે. જેમાં વિદેશમાં ફસાયેલા ભારતીયો અને ભારતમાં અટવાયેલા લોકો અર્જન્ટ કારણોસર આંતરરાષ્ટ્રીય સ્થળોએ મુસાફરી કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, પરેશાન કામદારો, છૂટા કરાયેલા મજૂરો અને ટૂંકાગાળાના વિઝાની સમાપ્તિનો સામનો કરી રહેલા મુસીબતોના દબાણમાં મુકાયેલા કેસોમાં ભારતમાં પરત આવવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, મેડિકલ ઇમેરજન્સીવાળા વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો, કુટુંબના સભ્યના મૃત્યુને કારણે ભારત પાછા ફરવા પડેલા અને વિદ્યાર્થીઓને પણ પસંદગી આપવામાં આવશે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું છે. જેનો ખર્ચો મુસાફરો જ ઉઠાવશે.

ABOUT THE AUTHOR

...view details