- કૃષિ બિલને લઈ ખેડૂતો અને સરકાર સાથે બેઠક
- 4 માંથી બે મુદ્દા પર સહમતી થઈ
- 4 જાન્યુઆરીએ બે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું છે કે, ખેડૂત નેતાઓ કાયદાઓ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. જોકે, સરકાર તેમની દલીલો સાથે તેમની સાથે ચર્ચા કરી રહી છે. તેમની શંકા દૂર કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સમિતિની રચના અંગેના સવાલ પર નરેન્દ્ર સિહ તોમરે જણાવ્યું હતું કે, કમિટી અથવા અધિકારીઓનું જૂથ પણ બનાવી શકાય છે. જોકે, આ અંગે સમજૂતી થઈ શકી નથી. સ્વાભાવિક છે કે, 4 જાન્યુઆરીએ બે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેના પર ડેડલોક રહે છે.
જાણો શું કહ્યું કેન્દ્રીય પ્રધાને?
- સરકાર અને ખેડૂતો 50 ટકા બાબતોમાં સહમત
- સૌહાર્દપૂર્ણ રહી બેઠક
- કૃષિ યુનિયનોના નેતાઓએ 4 વિષયો પર કરી ચર્ચા
- ચારમાંથી બે વિષયો પર બન્ને પક્ષ સહમત
- પહેલો વિષય - પર્યાવરણ સાથે જોડાયેલા વટહુકમમાં ખેડૂતોનો સમાવેશ ન કરવાની માંગ, જેમાં બન્ને પક્ષો સહમત થયા છે.
- બીજો વિષય - ઇલેક્ટ્રિસિટી એક્ટ બાબતે પણ બન્ને પક્ષો સહમત થયા
- ખેડૂતોને સિંચાઇ માટે વીજળી રાજ્ય તરફથી પહેલાની જેમ જ આપવામાં આવશે.
- APMC પર લેખિત આશ્વાસન આપવા તૈયાર