નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે આ વાઇરસને વધતો અટકાવવા હવે 3 મે સુધી લોકડાઉનને વધારી દેવામાં આવ્યુ છે. જેથી ફલાઈટ સેવા પણ 3 મે સુધી બંધ રહેશે.
આજે નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધિત કરતા વાઇરસને વધતો અટકાવવા હવે 3 મે સુધી લોકડાઉનને વધારી દેવાની વાત કરી હતી. જેથી ફ્લાઈટ સેવા પણ 3 મે સુધી બંધ રહેશે. પીએમ મોદીની જાહેરાત બાદ ભારતીય એવિઅશને 3 મે સુધી તમામ ફ્લાઇટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે કહ્યું કે, તમામ આંતરરાષ્ટ્રીય અને ઘરેલું મુસાફરોની ફ્લાઇટ્સ 3 મે, 2020ના રોજ 11.59 વાગ્યે મધ્યરાત્રિ સુધી સ્થગિત કરવામાં આવી છે. મંત્રાલયે આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશભરમાં લોકડાઉન અવધી 3 મે સુધી વધારવાની જાહેરાત કર્યા બાદ લીધો છે.
અગાઉ સરકારે 25 માર્ચથી 14 એપ્રિલ સુધીની તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને સ્થગિત કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ ટ્વીટ કર્યું હતું કે, તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની કામગીરી 3 મે, 2020 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.