નિયમો અનુસાર સૈન્ય પ્રમુખ વધુમાં વધુ 3 વર્ષ અથવા 62 વર્ષની ઉમંર સુધી, જે પણ પહેલા આવે, સેવા કરી શકે છે. સીડીએસ ચાર સ્ટાર જનરલના રેન્કનો અધિકારી હશે. કેબિનેટ કમિટીએ મંગળવારે સીડીએસના પદને મંજૂરી આપી હતી. સીડીએસ સુરક્ષા મંત્રાલય માટે મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરશે. સીડીએસ પોતાનું પદ છોડ્યા બાદ કોઇપણ સરકારી પદ પર નહીં રહી શકે. પદ છોડ્યાના પાંચ વર્ષ સુધી તેઓ પૂર્વ મંજૂરી વિના ખાનગી પદ પર પણ નહીં રહી શકે. સીડીએસનું પદ 4 સ્ટાર જનરલ બરાબર હશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે સેનાના નિયમોમાં બદલાવ, 65 વર્ષ સુધી રહેશે પદ પર - સેનાના નિયમોમાં બદલાવ
નવી દિલ્હી : રક્ષા મંત્રાલયે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને 65 વર્ષ સુધી સેવા આપવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. રક્ષા મંત્રાલય દ્વારા જારી સૂચના અનુસાર સૈન્ય નિયમાવલી, 1954માં બદલાવ કરવામાં આવ્યો છે. સુરક્ષા મામલે કેબિનેટ સમિતિએ મંગળવારે ઐતિહાસિક નિર્ણય લેતા સીડીએસ (CDS)ના સર્જનને મંજૂરી પ્રદાન કરી હતી, જે ત્રણેય સેનાઓ સંબંધિત તમામ મામલાઓ માટે રક્ષાપ્રધાનના પ્રમુખ સૈન્ય સલાહકાર તરીકે કામ કરશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે સેનાના નિયમોમાં બદલાવ,65 વર્ષ સુધી રહેશે પદ પર
ચીફ ઓફ સ્ટાફ કમિટી(સીઓએસસી)ની જવાબદારી જનરલ રાવત, નેવીના ચીફ એડમિરલ કરમબીર સિંઘને શુક્રવારે સોંપવાના હતા. પરંતુ, આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. ખરેખર, રાવત 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાના છે અને તે પહેલાં તેમને આ જવાબદારી કરામબીરને સોંપવીની હતી. પરંતુ, સીડીએસને લઈ લેવામાં આવેલા નિર્ણય બાદ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ખરેખર, સીડીએસ સીઓએસસીના કાયમી અધ્યક્ષ તરીકે પણ સેવા આપશે.