મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, રાજકારણમાં હજું હમણા જ બહાર નિકળ્યો છું, હવે ઈરાદો બદલી નાખ્યો છે. તેમણે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરવાની વાતનો સાફ ઈન્કાર કરી દીધો હતો.
MP: કમલનાથને મળવા પહોચ્યાં ફિલ્મ સ્ટાર ગોવિંદા, રાજકારણ પર કંઈક આવી પ્રતિક્રિયા આપી - cm kamalnath
ન્યૂઝ ડેસ્ક: અભિનેતા ગોવિંદા આજે શુક્રવારના રોજ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથને મળવા ભોપાલ પહોંચ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ મુલાકાત રાજકીય નથી પણ એક ફિલ્મના શૂટીંગને લઈ છે.
govinda
ફિલ્મ અભિનેતા ગોવિંદા અહીં એક ફિલ્મના શૂટિંગ માટે મધ્યપ્રદેશમાં કમલનાથને મળવા ગયા હતા, તથા એક વ્યક્તિગત કામને લઈને તેઓ મુખ્યપ્રધાન કમલનાથને મળ્યા હતા.
ગોવિંદાએ કહ્યું હતું કે, કમલનાથને મુખ્યપ્રધાન પદની શુભકામના આપવા પહોંચ્યો હતો. રાજકારણ બાબતે પણ તેમણે કહ્યું કે, હાલમાં જ રાજકારણમાંથી બહાર આવ્યો છું તેથી હમણા કોઈ ઈરાદો નથી. વધુમાં કહ્યું કે, કોઈનો પ્રચાર કરવા પણ નહીં જાવ.