રાહુલ ગાંધીએ ટ્વિટ કરી રાજ્યપાલને વિપક્ષી દળોના નેતા સાથે જમ્મૂનો પ્રવાસ કરવાની અને લોકો સાથે વાત કરવાની માગ કરી હતી. રાહુલ ગાંધીના ટ્વિટ પર રાજ્યપાલે જવાબ આપ્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે , રાહુલ આ મામલે રાજનીતિકરણ કરવાની કોંશિશ કરી રહ્યો છે.
રાહુલ ગાંધીના કાશ્મીર પ્રવાસની માગને રાજ્યપાલે ઠુકરાવી - કાશ્મીર પ્રવાસ
નવી દિલ્લી: જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રસેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરુ થયુ છે. ત્યારે, સત્યપાલ મલિકે રાહુલ ગાંધીના પ્રવાસની માગને ઠુકરાવી છે. તેમણે કહ્યુ કે, વિપક્ષી નેતાનો પ્રવાસ જમ્મૂ કાશ્મીરના લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
etv bharat
વધુમાં રાજ્યપાલે કહ્યું કે, રાહુલ ગાંધી કોઈ ફેક ન્યૂઝના કારણે આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેની સાથે તેમણે કહ્યું કે, જમ્મૂનો માહોલ શાંતિપૂર્ણ છે. જમ્મૂ -કાશ્મીરના રાજ્યપાલે રાહુલ ગાંધીને જમ્મૂમાં આવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી પોતે જમ્મૂમાં આવે અને માહોલ નિરીક્ષણ કરે.