અમરાવતીઃ આંધ્ર પ્રદેશ સરકારે રમેશ કુમારને ફરી એકવાર રાજ્ય ચૂંટણી કમિશનર બનાવ્યા છે. રાજ્ય સરકારે એન રમેશ કુમારનો કાર્યકાળમાં ઘટાડતો વટહુકમ બહાર પાડ્યો હતો. આ વટહુકમને સુપ્રિમ કોર્ટ રદ્દ કરી રમેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે યથાવત રાખ્યા હતા.
આંધ્ર પ્રદેશ સરકારે બદલ્યો નિર્યણ, રમેશ કુમાર ફરી બન્યા રાજ્ય ચૂંટણી કમિશનર
આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા રમેશ કુમારને ફરી એકવાર ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં વટહુકમ બહાર પાડી આંધ્ર પ્રદેશના ચૂંટણી કમિશનર IAS રમેશ કુમારના કાર્યકાળમાં ઘટાડો કર્યો હતો. આ વટહુકમને રમેશકુમારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
રમેશ કુમાર
આ વર્ષની શરૂઆતમાં આંધ્રપ્રદેશ સરકારે એક વટહુકમ દ્વારા IAS રમેશ કુમારની 5 વર્ષની મુદત ઘટાડી હતી. આ વટહુકમને રમેશ કુમારે હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારના આદેશ પર રોક લગાવી હતી. આ સાથે જ રમેશ કુમારને રાજ્ય ચૂંટણી કમિશનર પદે ફરીથી કાર્યભાર સંભાળવા જણાવ્યું હતું. આ ચૂકાદા બાદ રાજ્ય સરકાર હાઇકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાં પણ રાજ્ય સરકારને કોઈ રાહત મળી ન હતી.