જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય જંગ વચ્ચે મુખ્ય પ્રધાન અશોક ગહલોતનું એક નિવેદન તેમના માટે ફાંસીનો ફંદો બની ચૂક્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, જો વિધાનસભા સત્ર બોલાવવામાં નહીં આવે તો પ્રજા રાજભવનનું ઘેરાવ કરશે અને એની જવાબદારી તેમની રહેશે નહીં. આ મામલે મુખ્ય પ્રધાન અશોક ગહેલોતને રાજભવન તરફથી કલરાજ મિશ્રાએ પત્ર દ્વારા કહ્યું હતું કે, તમે જે નિવેદન આપ્યું છે, તેમાં તમે બંધારણીય વિનંતી અને બંધારણીય નિર્ણયને રાજકીય રંગ આપ્યો છે? જેનાથી હું ઘણો દુઃખી થયો છું, જો તમારી તરફથી કોઈ પત્ર આવ્યો હોત તો, બંધારણીય રીતે લાગું થતી જોગવાઈઓ હેઠળ કેસની સંપૂર્ણ તપાસ કરવી અને યોગ્ય નિર્ણય લેવો પડત. જે મારો બંધારણીય અધિકાર છે.
રાજસ્થાનમાં ધમાસાણ વચ્ચે રાજ્યપાલના નામથી પત્ર વાયરલ, પૂછ્યું- શું ગૃહ મંત્રાલય રક્ષા કરી શકતો નથી? - latest news of rajsthan
મુખ્ય પ્રધાન ગહેલોતના વિવાદિત નિવેદન બાદ રાજ્યપાલ કલરાજ મિશ્રા પત્રમાં મુખ્ય પ્રધાનને લખીને પૂછ્યું હતું કે, શું ગૃહમંત્રાલય રાજ્યપાલની રક્ષા નથી કરી શકતું? તો રાજ્યના કાયદા-વ્યવસ્થાની સ્થિતી વિશે શું તમારો મત શું છે? અત્યાર સુધીમાં મેં મારા રાજકીય જીવનમાં કોઈ પણ મુખ્ય પ્રધાનને આ રીતે બેજવાબદાર વર્તન કરતાં જોયા નથી. શું આ રાજ્યપાલના હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા થતી દબાણની રાજનીતિની શરૂઆત તો નથી ને? જો એવું હોય તો પણ હું તમારી સામે આ મુદ્દાઓ સ્પષ્ટ કરવા માગુ છું.
આગળ વાત કરતાં પોતાના પત્રમાં કલરાજ મિશ્રાએ લખ્યું હતું કે, તમે મને 23 જુલાઇએ તમારા વિધાનસભા સત્ર બોલાવવાની ભલામણ મોકલી હતી. હું કેટલાક નિષ્ણાંતો સાથે ચર્ચા કરી શકું તે પહેલાં, તમે જાહેરમાં પ્રેસ સામે કહ્યું છે કે, જો આજે રાજભવન ઘેરો છે, તો તમે જવાબદાર નથી. હું તમને વિનંતી કરું છું કે, તમે અને તમારું ગૃહ મંત્રાલય રાજ્યપાલની સુરક્ષા પણ કરી શકતા નથી. તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે તમારો હેતુ શું છે? રાજ્યપાલની સુરક્ષા માટે કઈ એજન્સીનો સંપર્ક કરવો તે પણ કહો? મેં મારા રાજકીય જીવનમાં કોઈ પણ મુખ્યપ્રધાનને આ રીતે બેજવાબદાર વર્તન કરતાં નથી જોયા. શું આ રાજ્યપાલના હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા થતી દબાણની રાજનીતિની શરૂઆત તો નથી ને? જો એવું હોય તો પણ હું તમારી સામે આ મુદ્દાઓ સ્પષ્ટ કરવા માગું છું.