ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભોપાલ ગેસ દુર્ઘટનાના 35 વર્ષઃ આજે પણ મળી નથી રાહત અને પુનર્વાસ, જાણો ખાસ અહેવાલ - MadhyaPradesh Government

ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં યૂનિયન કાર્બાઇડની ફેક્ટરીમાંથી નિકળેલા ઝેરી ગેસ મિથાઇલ આઇસોસાઇનાઇટે 15 હજારથી વધારે લોકોનો જીવ લીધો હતો. તે ગેસની અસર આજે લોકોના રૂંવાળા ઊભા કરી દે તેવી હતી અને તમામ પરિવારો આજે પણ આ દર્દનાક ઘટનાને ભૂલી શકતા નથી.

MadhyaPradesh Government
ભોપાલ ગેસ દુર્ઘટનાના 35 વર્ષ પૂર્ણ

By

Published : Dec 2, 2019, 9:48 AM IST

કહેવાય છે કે, સમયની સાથે જખ્મ પણ ભરાય જાય છે, પરંતુ અમુક ઘટનાઓ એવી પણ હોય છે કે, આજીવન ભૂલી શકાતી નથી. આવી જ ઘટના 2 અને 3 ડિસેમ્બરની રાત્રે મધ્યપ્રદેશની રાજધાનીમાં થઇ હતી. જેને ઇતિહાસ પન્નાઓમાં ભોપાલ ગેસ દુર્ઘટનાના નામથી ઓળખવામાં આવે છે. આ ગેસ કાંડમાં હજારો લોકોના મોત થયા હતા. લાખો પરિવાર ઊપર આ ગેસની સીધી અસર થઇ હતી. તે ઘટનાને યાદ કરતા આજે પણ તેનાથી પીડિત લોકો કાંપી ઉઠે છે. 2-3 ડિસેમ્બર 1984 દરમિયાનની રાત્રે ભોપાલમાં યૂનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં કમ સે કમ 30 ટન ઝેરી ગેસ મિથાઇલ આઇસોસાઇનેટે 15 હજારથી વધારે લોકોના જીવ લીધા હતા.

ભોપાલ ગેસ દુર્ઘટનાને આજે 35 વર્ષ પુરા થયા છે, પરંતુ આજે પણ ભોપાલના લોકો આ દુઃખથી બહાર નિકળ્યા નથી. આજ સુધી ગેસ પીડિતોની હાલતમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી. અત્યાર સુધીમાં કેટલી સરકાર આવીને જતી રહી, પરંતુ ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવી શકી નથી. આજની તારીખે તેમને અધૂકો ન્યાય મળ્યો છે. આ દુર્ઘટના પીડિત આજે પણ સરકારની મદદની આસ લઇને બેઠા છે.

આ 35 વર્ષોમાં ગેસ કાંડના પીડિતોએ અગણિત પ્રદર્શન, રેલીઓ, ચૂંટણી બહિષ્કાર જેવા કેટલાય કદમ ઉઠાવ્યા પરંતુ કોઇ ફાયદો થયો નહીં. સરકારે તમામ વચનો આપ્યા પરંતુ તેમાં મળેલુ વળતર સામાન્ય હતું. પીડિતોને ન્યાય અપાવવા માટે ગેસ દુર્ઘટના રાહત અને પુનર્વાસ વિભાગની રચના કરવામાં આવી, ગેસ દુર્ઘટનાના પીડિતો માટે 33 રાહત કેન્દ્ર ભોપાલમાં શરૂ છે. છતા પણ પીડિતો ઇલાજ માટે ભટકતા જોવા મળી રહ્યા છે.

પીડિતોના ઇલાજ કરતા-કરતા હોસ્પિટલ ખુદ બિમાર થઇ ગઇ છે. ભાજપ સરકારથી લઇ કોંગ્રેસ સુધી બધી સરકારે એક-બીજાને દોષી સાબિત કરવામાં રહી. પ્રદેશની હાલની સરકારે ભોપાલ ગેસ દુર્ઘટના પીડિતોના આંસૂ લુછવા માટે મોટા-મોટા વચનો આપ્યા હતા. રાહત કાર્ય, વળતર અને સારા ઇલાજ જેવા વચનો ભૂલાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી.

આપણે વાત કરીએ સરકારના દાવાઓની, તો જ્યારે 35 વર્ષમાં રાહત અને પુનર્વાસમાં કામ પૂરું થયું નથી તો હવે આશા રાખવામાં પણ શરમ અનુભવાય છે. સરકાર ભલે લાખો દાવાઓ કરે પરંતુ આ દુર્ઘટના પીડિતોની આખોના આંસૂ સમગ્ર કહાની જણાવવા માટે કાફી છે. ગેસ દુર્ઘટનાએ જે દર્દ આપ્યું તે લોકોએ સહન કર્યુંસ પરંતુ 35 વર્ષમાં રાહત અને પુનર્વાસ કાર્યના નામ પર મજાક કરવામાં આવી છે તે કેવી રીતે સહન કરી શકે..?

ABOUT THE AUTHOR

...view details