ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાનના આ પગલા સામે દેશભરમાં વિરોધ જોવા મળ્યો હતો. ધીરે-ધીરે આ મામલો સંસદમાં પણ પહોંચ્યો છે. જેમાં પણ વિદેશ રાજ્યપ્રધાને પાકિસ્તાનની નાપાક હરકતની ઝાટકણી કાઢી નક્શાની વિશ્વસનીયતા જ ન હોવાનું કહ્યું હતું.
રાજ્યસભામાં સરકારની સ્પષ્ટતા, પાકિસ્તાનના નવા નકશાની કોઇ કાનૂની વિશ્વસનીયતા નથી - ભારત પાકિસ્તાનનો મુદ્દો
ભારત સામે પછડાટ ખાધા બાદ પાકિસ્તાની સરકારે 4 ઓગસ્ટે તેના દેશનો નવો નક્શો બહાર પાડ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેર કરેલા આ નક્શામાં ગુજરાત રાજ્યના જૂનાગઢ અને કચ્છના સિરક્રીકને પણ દર્શાવ્યા હતાં.
ભારત સામે તમામ રીતે પરાસ્ત થયાં બાદ પાકિસ્તાન પોતાની રીતે કઇંકને કઇંક ચેનચાળા કરતું રહે છે. તેવામાં ગત 4 ઓગ્સ્ટના રોડ પાકિસ્તાને એક રાજકીય નક્શો જાહેર કર્યો હતો. જેમાં ભારતના અભિન્નઅંગ એવા જમ્મુ કાશ્મીર, ગુજરાતના જૂનાગઢ અને સિરક્રીક સહિતના વિસ્તારોને પાકિસ્તાને પોતાના બતાવ્યા આવ્યા હતાં.
તે સમયે જ ભારતે આ પગલાનો ઉગ્ર વિરોધ સાથે પાકિસ્તાનને ઉચિત જવાબ આપી દીધો હતો. ત્યારે ભારતીય સંસદમાં પણ ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આ અંગે રાજ્યસભામાં એક સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનના આ પગલા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચ પર સરકાર આ મુદ્દો ઉઠવશે કે કેમ તેનો જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં વિદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરને જણાવ્યું હતું કે, ભારતીય પ્રદેશો પર આવા અનુચિત દાવા કરવાથી પાકિસ્તાનને દૂર રહેવું જોઇએ. ખાસ કરીને એવા દાવાઓ કે, જેની કોઇ કાનૂની કે આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા નથી.