ગૃહ મંત્રાલયના આદેશ બાદ જમ્મુ કાશ્મીર પ્રશાસને હુર્રિયત અને અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, ફઝલ હક કુરૈશી અને શબ્બીર શાહની આપવામાં આવેલી સુરક્ષા પાછી લઈ લીધી છે. સરકારના તરફથી મળનારી અન્ય સુરક્ષા પણ હવે તેમણે નહીં મળે.
તમને જણાવી દઈએ કે, આ નેતાઓની સુરક્ષા પાછળ મોટી રકમ ખર્ચ થાય છે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા એક અહેવાલ પ્રમાણે, છેલ્લા 10 વર્ષોમાં હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ પર સરકાર લગભગ 11 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તત્કાલીન મુખ્યપ્રધાન મેહબુબા મુફ્તીએ પોતને કહ્યું હતું કે, 14 નેતાઓ પર 2008થી 2017ની વચ્ચે આ રકમ ખર્ચ કરવામાં આવી હતી.