- કૃષિ કાયદાને 18 મહિના માટે સ્થગિત કરવામાં આવ્યો
- ખેડૂતો અને સરકારના પ્રતિનિધિ મળીને સમસ્યાઓનો સમાધાન શોધશે
- આંદોલનથી જોડાયેલ અમુક પાસાઓ પર વિચાર કરાશે
નવી દિલ્હી : નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના પ્રતિનિધીઓ અને સરકાર વચ્ચે 10મી વાર વાતચીત થઇ હતી. કૃષિ આંદોલન પૂર્ણ કરાવવા કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાના અમલ પર 18 મહિના માટે સ્થગિત કરવા તૈયાર થઇ ગઇ છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતુ. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ખેડૂતની ઓળખ જગજીત સિંહ તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જગજીત સિંહ લુધિયાણાના દાખા ક્ષેત્રના રહેવાસી હતા.
કિસાન યુનિયનોએ માંગ્યો સમય
જોકે, આ મુદ્દા પર છેલ્લા નિર્ણય આગળની બેઠકની રાહ જોવી પડશે, કેમકે કિસાન યુનિયનો એ આ પ્રસ્તાવ પર પોતાનો નિર્ણય જણાવવા માટે સમય માંગ્યો છે.
કેન્દ્રીય કૃષિ કલ્યાણ પ્રધાને કહ્યું એક થી દોઢ વર્ષ સુધી કાયદો અમલ રોકવા તૈયાર
ખેડૂત યુનિયનોએ 10મા દિવસની વાટાઘાટો પછી કેન્દ્રીય કૃષિ કલ્યાણ પ્રધન નરેંદ્ર સિંહ તોમરે કહ્યું, 'સરકાર એક થી દોઢ વર્ષ સુધી આ કાયદાના અમલને રોકવા માટે તૈયાર છે. આ દરમિયીન વાટાઘાટો પછી ખેડૂતો અને સરકારના પ્રતિનિધિઓ મળીને સમસ્યાઓનો સમાધાન શોધી અને સમાધાન કરવા માટે આગળ વધારવામાં આવે.'