ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત સરકારે જાહેર કર્યો નવો નકશો,POK જમ્મુ-કાશ્મીરનો ભાગ અને ગિલગિટ બાલ્ટિસ્તાન લદ્દાખનો ભાગ - ગિલગિટ બાલ્ટિસ્તાન લદ્દાખસનો ભાગ

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે જ ભારત સરકારે દેશનો નવો નકશો પણ જાહેર કર્યો છે.જણાવી દઇએ કે 31 ઓક્ટોબરના રોજ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા હતા.જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ભારત સરકારે શનિવારે દેશનો નવો નક્શો જાહેર કર્યો છે, જેમા 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશોને દર્શાવવામાં આવ્યા છે. આ નક્શામાં પાકિસ્તાન કબ્જાના કાશ્મીર (POK)ના હિસ્સાને પણ કાશ્મીર ક્ષેત્રમાં દર્શાવવામાં આવ્યું છે. નવા જાહેર કરાયેલા નક્શામાં જમ્મુ કાશ્મીરના પૂર્વવર્તી રાજ્યના વિભાજનને દર્શાવવામાં આવ્યું છે. તેમાં આશ્ચર્યજનક રીતે પીઓકેનાં ત્રણ જિલ્લા મુજફ્ફરાબાદ, પુંચ અને મીરપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સરકારે જાહેર કર્યો નવો નકશો

By

Published : Nov 3, 2019, 4:29 AM IST

Updated : Nov 3, 2019, 5:38 AM IST

લદ્દાખમાં બે જિલ્લા કારગીલ અને લેહમાં સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં 20 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક ગેઝેટ સુચનામાં સરકારે કારગીલના વર્તમાન ક્ષેત્રને છોડીને લેહ જિલ્લાના વિસ્તાર ગિલગિટ, વજારત, ચિલાસ, જનજાતીય વિસ્તાર તથા લેહ અને લદ્દાખને પણ સંકલીત કરવામાં આવ્યા છે. આ આદેશને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીજો આદેશ 2019 કહેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના નક્શામાં 20 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં મુજફ્ફરાબાદ, મીરપુર અને પુંછના તે વિસ્તારોનો સમાવેશ થાય છે, જે પીઓકે હેઠળ આવે છે.

1947માં જમ્મુ અને કાશ્મીર રાજ્યના 14 જિલ્લા હતા. જેમાં કઠુઆ, જમ્મુ, ઉધમપુર, રિયાસી, અનંતનાગ, બારામુલા, પુંછ, મીરપુર, મુજફ્ફરાબાદ, લેહ અને લદ્દાખ, ગિલગિટ, ગિલગિટ વજરાત, ચિલ્હાસ અને જનજાતીય ક્ષેત્રનો સમાવેશ થાય છે. સંસદની ભલામણ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓગષ્ટ મહિનામાં ભારતીય સંવિધાનથી અનુચ્છેદ 370ને પ્રભાવી રીતે સમાપ્ત કરી દીધું હતું. જમ્મુ અને કાશ્મીર 31 ઓક્ટોબરે એક રાજ્ય તરીકે અસ્તિત્વમાં નહોતું રહ્યું અને અધિકારીક રીતે બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત થઇ ગયું હતું. જે મુદ્દે અનેક રાજકીય પક્ષો દ્વારા રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાત કેડરના 1985 બેન્ચના IAS અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મૂએ ગુરૂવારના રોજ જમ્મૂ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.તે જ દિવસે રાધાકૃષ્ણ માથુરએ પણ લદ્દાખના પ્રથમ લેફ્ટિનેન્ટ ગવર્નર તરીકે શપથ લીધા હતા.

Last Updated : Nov 3, 2019, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details