નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત 59 ચાઇનીઝ એપ્લિકેશન્સમાં, ટિકટૉક ઉપરાંત યુસી બ્રાઉઝર, લાઇકી, વિગો, હેલો, ક્લબ ફેક્ટરી જેવી એપ્લિકેશનનો સમાવેશ થાય છે.
સરકારે યુસી બ્રાઉઝર ટિક ટૉક સહિત 59 ચીની એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ તમને જણાવી દઈએ કે, ચીન-ભારત સરહદ વિવાદ વચ્ચે ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા હતા.
ચીનના આ પગલા પર દેશની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારબાદ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર થવાનું શરૂ થયું.
આ બધાની વચ્ચે, કેન્દ્ર સરકારે ચીની કંપનીઓના કરારો પણ રદ કર્યા અને આજે સોમવારના રોજ સરકારે મોટો નિર્ણય લીધો અને ચીનની 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે.