તેઓએ જણાવ્યું કે, એપ એ આ મુદ્દે તત્કાલ કાર્યાવાહીનું આશ્વાસન આપ્યું છે. વોટ્સએપના વૈશ્વિક પ્રમુખ વિલ કૈથકાર્ટના સાથે બેઠક બાદ પ્રસાદે કહ્યું કે, મેં મેસેજના સ્ત્રોતની જાણકારી મેળવવા મુદ્દે સ્પષ્ટ કર્યું છે કે, આ તેઓનું કામ છે. આતંકવાદીઓ અને ચરમપંથિયો દ્વારા ખોટા મેસેજને વારંવાર મોકલવાને લઈ વોટ્સએપનો દુરપયોગના કિસ્સા સામે આવે છે.
સરકારે વોટ્સએપથી ફેલાતા ખોટા મેસેજની જાણકારી મેળવવાની તકનીક વિકસાવવા પર આપ્યું જોર - રવિશંકર પ્રસાદ
નવી દિલ્હીઃ દૂરસંચાર પ્રધાન રવિશંકર પ્રસાદે શુક્રવારે કહ્યું કે, સરકારે વોટ્સએપથી આતંકવાદ અને ચરમપંથિયો દ્વારા એપનો દુરૂપયોગ મુદ્દે મેસેજના મૂળ સ્ત્રોતની જાણકારી મળે તેવી તકનીક વિકસીત કરવા પર જોર આપ્યું છે.
Ravi shankar Prasad
એટલા માટે એવી વ્યવસ્થા નિશ્ચિત રીતે હોવી જોઈએ જેમાં આવા લોકો વિશે જાણકારી મળી શકે જે એપનો દુરપયોગ કરી ખોટા કામ કરે છે. આ બેઠક એવા સમયે થઈ જ્યારે ભારત વોટ્સએપ પર ખોટા મેસેજોના સ્ત્રોતની જાણકારી મેળવવાની તકનીક પર જોર આપી રહ્યા છે. પ્રસાદે કહ્યું કે, મે તેમને સ્પષ્ટ રીતે કહ્યું કે, તેઓ તકનીક વિકસાવશે.