ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે એક લિખિત જવાબમાં લોકસભામાં જણાવ્યું કે, સરકારે સીમા પાર કરીને આવનારા ઘુસણખોરો માટે પ્રતિ શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવી છે.
BJPના સદસ્ય રમેશ ચંદ્ર કૌશિકના એક સવાલ પર તેમણે કહ્યું કે, સુરક્ષા બળના અતુટ પ્રયાસને કારણે, રાજયમાં સુરક્ષાની સ્થિતીમાં આ વર્ષના પહેલા છ મહિનામાં 2018ની તુલનામાં સુધારો જોવા મળ્યો છે. કુલ 43 ટકા ઘુસણખોરોની સંખ્યામાં ઘટાડો થયો છે.
રાયે જણાવ્યું કે, કેન્દ્રએ રાજય સરકાર સાથે મળીને સીમા પારથી આવનારા ઘુસણખોરોને રોકવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં આંતરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર વાડ લગાવવી અને ખાનગી માહિતીઓને ધ્યાનમાં રાખી મહત્વના નિર્ણયો લેવા.
રાયે જણાવ્યું કે, આ સિવાય સંચાલન સંકલન, સુરક્ષા દળોને વધુ સારા હથિયારો સાથે સજ્જ કરવું અને ઘૂસણખોરો વિરુદ્ધ સક્રિય કાર્યવાહીમાં સમાવેશ થાય છે.
ભારત પાકિસ્તાન સીમા પર વાડ લગાવવાની બાબતે તેમણે જણાવ્યું કે, સરકારે 2,069.046 કિલોમીટરની વાડ લગાવવની મંજૂરી આપી છે. જેમાં 2,004.666 કિલોમીટરની વાડ લગાવવાનું કામ પુરુ થઇ ચૂક્યુ છે, અને બાકીનું કામ માર્ચ 2020 સુધી પુરુ થઇ જશે.