આ સિવાય ગૃહ મંત્રાલય અનિલ દેશમુખને સોંપવામાં આવ્યું છે અને શહેરી વિકાસ મંત્રાલય એકનાથ શિંદેને ફાળવવામાં આવ્યા છે.
બાલાસાહેબ થોરાટને રાજસ્વ મંત્રાલય તો આદિત્ય ઠાકરેને પર્યાવરણ, પર્યટન અને પ્રોટોકોલનો પોર્ટફોલિયો મળ્યો છે.
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી આ સિવાય CM ઉદ્ધવ ઠાકરે પાસે સામાન્ય પ્રસાશન, માહિતી અને તકનીકી, માહિતી અને જનસંપર્ક, કાયદો અને ન્યાયતંત્ર અને અન્ય વિભાગોનો હવાલો રહેશે. જે અન્ય કોઈ પ્રધાનને ફાળવવામાં આવ્યા નથી.
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી તો NCP નેતા, નવાબ મલિકને લઘુમતી વિકાસ અને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાના વિભાગ આપવામાં આવે છે. જ્યારે છગન ભુજબલને ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રાલય આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી શિવસેનાના અબ્દુલ સત્તારને રાજસ્વ, ગ્રામીણ વિકાસ, બંદરને જમીન વિકાસ અને વિશેષ સહાય રાજ્ય (MoS) પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી જ્યંત પાટિલ જલ સંસાધનનો કાર્યભાર સંભાળશે. અશોક ચવ્હાણને લોક નિર્માણ મંત્રાલય આપવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે તાજેતરમાં મંત્રી વિભાગના મામલે શિવસેના ગઠબંધનમાં અસંતોષની વાતો સામે આવી હતી. જો કે શિવસેના સહીત કોંગ્રેસ અને NCPના ઘણા દિગ્ગજ નેતાઓએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.