નવી દિલ્હીઃ ગૂગલ મેપ્સના વાઇસ પ્રેસિડેન્ટ જેન ફિટ્ઝપેટ્રીકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગૂગલ મેપ્સ પર એન્ડ્રોઇડ માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ ટ ટેબ હવે, વપરાશકર્તાઓને પ્રવાસની જાણકારી આપે છે. જે ઓટો-રિક્ષા અને જાહેર પરિવહનને જોડે છે. તેમાં તે સમય લેશે અને કયા સ્ટેશન પર ઓટો-રિક્ષા લઈ જવી જોઈએ તે અંગેની જાણકારી આપશે. હાલ, સેવા દિલ્હી અને બેંગ્લોર માટે ઉપલબ્ધ છે અને અમે તેને ભારતના અન્ય શહેરોમાં લઈ જઈશું. "
ગૂગલ ભારતભરના શહેરમાં પરિવહનના વિકલ્પોનો વિસ્તાર કરશે
એન્ડ્રોઈડ ગૂગલ મેપ્સ સિસ્ટમ એપ્સ પર સાર્વજનિક પરિવહન ટેબ વપરાશકર્તાઓને મુસાફરી વિશે સૂચિત કરશે. જાહેર પરિવહન સેવા સાથે જોડશે. સાથે તેની સાથે નિશ્ચિત સ્થળે પહોંચવા માટે કેટલો સમય લાગશે તે અંગેની પણ જાણકારી આપશે.
google
ફિટ્ઝપેટ્રિક ગૂગલે નકશામાં સમાવિષ્ટ 14 સુવિધાઓની સૂચિ બનાવી છે. જેમાંથી આઠને પ્રથમ ભારતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને છ ભારતથી પ્રભાવિત હતા. જે અન્ય વિદેશી બજારોમાં લાગુ કરવામાં આવ્યા હતા.