નવી દિલ્હીઃ 22 એપ્રિલે પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને પર્યાવરણ સંરક્ષણ માટે ઉજવવામાં આવે છે. પહેલી વાર વર્ષ 1970માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે 2020માં Earth Dayના 50 વર્ષ પુરા થયા છે. જેની થીમ ક્લાઇમેટ એક્શન રાખવામાં આવી છે.
શા માટે પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે
પર્યાવરણની સુરક્ષા માટે 'પૃથ્વી દિવસ અથવા અર્થ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. આ આંદોલનને આ નામ જુલિયન કોનિંગ દ્વારા વર્ષ 1969માં આપવામાં આવ્યું હતું. તેની સાથે જ તેની ઉજવણી કરવા માટે 22 એપ્રિલ તારીખની પસંદગી કરવામાં આવી હતી.
ગૂગલે 'મધમાખી' પર બનાવ્યું ડૂડલ
બુધવારે, 22 એપ્રિલે પૃથ્વી દિવસની 50મી વર્ષગાંઠ હોવાથી ગૂગલે ખાસ ડૂડલ બનાવ્યું હતું. ગૂગલે પૃથ્વીના સૌથી નાના અને મહત્વપૂર્ણ જીવ મધમાખીને સમર્પિત ડૂડલ બનાવ્યું હતું. આ ડૂડલમાં 'પ્લે' બટનની સાથે એકક મધમાખી પણ છે. યૂઝર્સ જેવું તેના પર ક્લિક કરે તો નાનો વીડિયો પ્લે થાય છે. જેમાં મધમાખીના મહત્વને સમજાવવામાં આવ્યું છે, કારણ કે, તે પરાગણની વિધિ દ્વારા દુનિયાના પાકમાં પોતાનું યોગદાન આપે છે.
આ ઉપરાંત એક નાની ગેમ પણ છે, જેમાં યૂઝર્સ મધમાખી અને આપણા ગ્રહ વિશે મઝેદાર તથ્ય શીખી શકે છે, કે મધમાખી ફુલો પર બેસે છે અને જીવનને આગળ વધારે છે.