નવી દિલ્હી: ભારતમાં ગુરૂવારે ગૂગલની Gmail અને ડ્રાઇવ સેવાઓ અટકી ગઈ હતી. યૂઝર્સે ગુરૂવારે સવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તેઓને ગૂગલની ઘણી સેવાઓ સાથે કનેક્ટ કરવા સંબધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને Gmai પરl આ સમસ્યા સૌથી વધુ આવી રહી છે.
ગૂગલે Gmail, ડ્રાઇવ અને અન્ય સેવાઓમાં અવરોધની પુષ્ટિ કરી - Gmail and Google Drive
ટેક કંપની ગૂગલની ઘણી સેવાઓ ગુરૂવારે થોડા સમય માટે બંધ થઇ ગઇ હતી. જેમાં સૌથી વધુ સમસ્યાઓ Gmail, ગૂગલ ડ્રાઇવ અને યૂટ્યૂબ પર જોવા મળી હતી. જેના કારણે યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગૂગલે પણ સ્વીકાર્યું કે, તેને Gmail અને ગૂગલ ડ્રાઇવથી સંબંધિત ફરિયાદો મળી હતી.
![ગૂગલે Gmail, ડ્રાઇવ અને અન્ય સેવાઓમાં અવરોધની પુષ્ટિ કરી ટેક કંપની ગૂગલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8503983-104-8503983-1598003572811.jpg)
આઉટેજ મોનિટર પોર્ટલ ડાઉન ડિટેક્ટર મુજબ, 62 ટકા લોકોને અટેચમેન્ટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને 25 ટકા લોકોએ લોગઇન કરવા જેવી ફરિયાદો નોંધાવી હતી. સેવાઓ શું કામ બંધ થઇ તેના પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.
ગૂગલ એપ્સના સ્ટેટસ પેજમાં આ વાતની પુષ્ટિ કરી છે કે, તેમને Gmail અને ગૂગલ ડ્રાઇવથી સંબંધિત ફરિયાદો મળી છે. Gmail પર 11 ટકાથી વધુ યુઝર્સે મેસેજ પ્રાપ્ત થવાના સંબંધિત સમસ્યાઓ અંગે ફરિયાદ કરી છે. એક યૂઝરે ટ્વિટ કર્યું કે,Gmailનું સર્વર ડાઉન થઇ ગયું છે, ડોક્યૂમેન્ટસ અટેચ કરવામાં મુશ્કેલી આવી રહી છે. જોકે, Gmail, ગૂગલ ડ્રાઇવ અને અન્ય સેવાઓ ફરી ચાલુ થઈ ગઇ છે, પરંતુ સેવાઓ કેમ બંધ થઇ ગઇ હતી તેનું કારણ કંપની દ્વારા આપવામાં આવ્યું નથી.