નવી દિલ્હી: આલ્ફાબેટ અને ગુગલના CEO સુંદર પિચાઇએ GiveIndia નામની NGOને દાન પેટે 5 કરોડ રૂપિયા આપ્યા છે. ગિવ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે, સંવેદનશીલ દૈનિક વેતન કામદાર પરિવારો માટે અત્યંત જરૂરી રોકડ સહાય પૂરી પાડવા માટે 5 કરોડનું દાન કરવા બદલ @sundarpichai અને @Googleorgનો આભાર.
દેશભરના સંવેદનશીલ પરિવારોને ટેકો આપવા માટે ગિવ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં 12 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. પિચાઇએ ગયા મહિને જાહેરાત કરી હતી કે, વૈશ્વિક કોવિડ-19 રોગચાળા દરમિયાન કંપની નાના અને મધ્યમ ઉદ્યોગો(SMB), આરોગ્ય સંસ્થાઓ, સરકાર અને આરોગ્ય કર્મચારીઓને ટેકો આપવા માટે 800 મિલિયન ડોલર આપશે.