ન્યૂઝ ડેસ્ક: કોન્સ્પીરસી થિયોરીસ્ટ અને રેડીયો હોસ્ટ એલેક્સ જોન્સે આ વીડિયો પોસ્ટ કર્યા બાદ તેના પર ગુગલ દ્વારા પગલા લેવામાં આવ્યા છે. આ પગલાના ભાગરૂપે ગુગલે આ એપ પ્લેસ્ટોરમાંથી હટાવી હોવાની ખાત્રી ગુગલે વાયર્સ સામે કરી છે. જોન્સે આ વીડિયોની અંદર સોશિયલ ડિસ્ટન્સીંગની જરૂરીયાતો, કેટલીક જગ્યાઓ પર આશ્રય અને કોરોના વાઈરસની અસરને ઓછી કરવા માટે કોરેન્ટાઇન થવાને લઈને કેટલીક વિવાદાસ્પદ બાબતો રજૂ કરી હતી.
કોરોના વાઇરસને લગતો ફેક વીડિયો પોસ્ટ કરવા પર ગુગલે ઇન્ફોવેર્સ એપને બેન કરી - કોરોના વાઇરસને લગતો ફેક વીડિયો
નોવેલ કોરોના વાઇરસને (Covid-19) લગતી ફેક માહિતી પોસ્ટ કરવા પર ગુગલે ઇન્ફોવેર્સ એન્ડ્રોઇડ એપને પોતાના પ્લે સ્ટોરમાંથી બેન કરી છે. ઇન્ફોવેર્સ એક ફાર-રાઇટ અમેરીકન કોન્સ્પીરસી થિયરી અને ફેક ન્યૂઝ વેબસાઇટ છે.
એક અહેવાલ પ્રમાણે આ એપને રિમુવ કરવામાં આવી તે પહેલા આ એપના 1 લાખ જેટલા ડાઉનલોડ્ઝ હતા. ગુગલના પ્રવક્તાનું કહેવું છે કે, હાલ પ્લે સ્ટોર પર કોઈ પણ પ્રકારની ખોટી માહિતીને આગળ વધતી રોકવી એ અમારી ટીમની પ્રાથમીકતા છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટીટા જેમ્સે પણ ઇન્ફોવેર્સની કોઈપણ પ્રોડક્ટને નોવલ કોરોના વાઈરસના ઉપચારના ઉપકરણો તરીકે ન વેચવાનો આદેશ જોન્સને કર્યો છે.
એટર્ની જનરલ જેમ્સે પોતાના નિવેદનમાં કહ્યુ કે, "એલેક્સ જોન્સ દ્વારા તાજેતરમાં ફેલાવવામાં આવેલી ખોટી માહિતી ન્યૂયોર્કના નાગરીકો તેમજ આખા દેશના જાહેર આરોગ્ય માટે જોખમી સાબીત થઈ શકે છે." આ પહેલાં એપલે સપ્ટેમ્બર-2018માં પોતાના એપ સ્ટોર પરથી ઇન્ફોવેર્સ એપને હંમેશા માટે બેન કરી હતી. આ ઉપરાંત ટ્વીટરે પણ જોન્સ અને ઇન્ફોવેર્સને પોતાના પ્લેટફોર્મ પરથી ઘણા લાંબા સમયથી રિમુવ કરી દીધા છે.