ગોંડા: ઉત્તરપ્રદેશના ગોંડામાં સોમવારે રાત્રે ત્રણ બહેનો પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો.જેમાં ત્રણેય બેહનો દાઝી ગઇ છે. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહીતી મુજબ આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે આ ત્રણેય બહેનો તેમના ઘરમાં સુઇ રહી હતી. જિલ્લાના પસકા ગામમાં સોમવારે રાત્રે એક પરિવારની ત્રણ દીકરીઓ પર એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. એક યુવકે ઘરમાં આવીને મોટી પુત્રી પર હુમલો કર્યો હતો. જેના કારણે મોટી પુત્રી સહિત અન્ય બે પુત્રીઓ પણ દાઝી ગઈ હતી. ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી પુછપરછ કરી રહી છે.