નવી દિલ્હીઃ રક્ષાપ્રધાન રાજનાથસિંહના નિવાસ સ્થાને યોજાનારી બેઠકમાં પડકારોને પહોંચી વળવા તથા દેશને આર્થિક સંકટ અને તમામ ક્ષેત્રોને આપવામાં આવેલા પેકેજના ફાયદા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
આર્થિક સંકટને પહોંચી વળવા પ્રધાનોની બેઠક - કોવિડ19 ઈફેક્ટ
રક્ષાપ્રધાન રાજનાથસિંહના નિવાસ સ્થાને યોજાનારી બેઠકમાં પડકારોને પહોંચી વળવા તથા દેશને આર્થિક સંકટ અને તમામ ક્ષેત્રોને આપવામાં આવેલા પેકેજના ફાયદા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોવિડ-19ના સંકટમાંથી ઘણા ક્ષેત્રોને કાબુમાં લેવા અને 20 લાખ કરોડના ઘોષિત પેકેજનો લાભ પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બધા પ્રધાનો દેશની સામે આર્થિક મુશ્કેલીઓ ઘટાડવાની દિશામાં ચર્ચા કરશે.
જેમકે, આ સમયે સરકારે કયા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું. અર્થવ્યવસ્થાને મજબૂત કરવા શું કરવું. આ બધી બાબતોની ચર્ચા પ્રધાનોની બેઠકમાં કરવામાં આવશે. આ સિવાય દરેક પ્રધાન આ બેઠકમાં જાહેર જનતા અને વિવિધ વિભાગ સાથે ચર્ચા દરમિયાન પોતાના સૂચનો આપશે.