ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં અમિત શાહની રેલીમાં "ગોળી મારોના નારા", ભાજપના 3 કાર્યકર્તાની ધરપકડ

દિલ્હી વિધાનસભા દરમિયાન કરેલા વિવાદીત નિવેદનો બંધ થવાનું નામ નથી લઇ રહ્યાં. હવે કોલકાતામાં અમિત શાહની રેલી દરમિયાન ભાજપ કાર્યકરોએ એવા જ વિવાદીત સુત્રોચ્ચાર કર્યા હતા, જેમાં કાયદો વ્યવસ્થાની મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. આ તકે કોલકાતા પોલીસે તુરંત કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી છે.

અમીત શાહની રેલીમાં ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા ગોળી મારો ના સુત્રોચ્ચાર
અમીત શાહની રેલીમાં ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા ગોળી મારો ના સુત્રોચ્ચાર

By

Published : Mar 2, 2020, 3:06 PM IST

Updated : Mar 2, 2020, 3:48 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગૃહપ્રધાન અમિત શાહની રેલીમાં સામેલ થનારા લોકો દ્વારા વિવાદીત સુત્રોચ્ચાર મામલે પોલીસે ત્રણ ભાજપ કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. સુત્રોચ્ચાર લગાવવાના આરોપસર ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી પંકજ પ્રસાદ, ધ્રુવ બસુ અને સુરેન્દ્ર ત્રિવેદીના નામ સામે આવ્યાં છે.

તમને જણાવી દઇએ કે, રવિવારે અમિત શાહ કોલકાતા પહોચ્યાં હતાં. કોલકાતામાં રેલીને સંબોધન કર્યુ હતું. આરોપ મુજબ રેલી દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ ભાજપના ઝંડા હાથમાં લઇ ગોળી મારો... જેવા વિવાદીત સુત્રોચ્ચાર કર્યા હતાં, ત્યારબાદ કેસ દાખલ કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

Last Updated : Mar 2, 2020, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details