ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અહીં મંદિરની નજીક ખોદકામ કરતાં 1.7 કિલો સોનાના સિક્કા મળ્યાં, અરબી ભાષામાં લખાણ - જાંબુકેશ્વર મંદિર

તમિલનાડુના તિરુવાણિકાવાલ સ્થિત જાંબુકેશ્વર મંદિર નજીક ખોદકામ કરતાં તાંબાના વાસણમાંથી 1.716 કિલો વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યાં છે. જે જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયાં હતાં.

gold coins
gold coins

By

Published : Feb 27, 2020, 3:26 PM IST

તમિલનાડુઃ તિરુવાણિકાવાલ સ્થિત જાંબુકેશ્વર મંદિર નજીક ખોદકામ કરતાં તાંબાના વાસણમાંથી 1.716 કિલો વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યાં છે. બુધવારે ખોદકામ દરમિયાન લોકોને અહીં સોનાના સિક્કા મળી આવ્યાં હતાં. આ સમાચારથી લોકોમાં ખળભળાટ મચી ગયો હતો.

આ મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "જમીનની અંદરથી 504 નાના અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. આ સિક્કાઓમાં અરબી લિપિમાં અક્ષરો છે. આ સિક્કા 1000થી 1200 વર્ષ જૂના છે."

આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "7 ફૂટના ઉડાણમાં એક તાંબાનું વાસણ દેખાયુ હતું. જ્યારે તેને ખોલ્યું, ત્યારે તેમાં સોનાના સિક્કા મળ્યાં હતાં. આ મંદિરના પ્રશાસન દ્વારા પોલીસને સોંપી દેવામાં આવ્યાં હતાં. અત્યારે સિક્કાના ભાવ જાહેર કરવામાં આવ્યા નથી.

મળી આવેલા સિક્કાઓની વધુ તપાસ માટે ખજાનામાં રાખવામાં આવ્યાં છે. સિક્કાઓના સમયગાળા વિશેની માહિતી માટે રાજ્યના પુરાતત્ત્વીય વિભાગને આ અંગે માહિતી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details