પણજીઃ રવિવારે ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ કહ્યું કે, ગોવામાં તમામ કોરોના કેસના રિપોર્ટ નેગેટિવ થઈ ગયા છે. જેની ઘોષણા કરીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર ડૉકટર્સ અને સફાઈ કામદારોને ખૂબ જ આભારી છે, જેમણે રાજ્યના લોકોને બચાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો અને પોતોન જીવનને જોખમમાં મૂકી લોકોને બચાવ્યાં છે.
ગોવા રાજ્ય કોરોના મુક્ત થયું, છેલ્લો દર્દી સાજો થયો - કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં
રવિવારે ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ કહ્યું કે, ગોવામાં તમામ કોરોના કેસના રિપોર્ટ નેગેટિવ થઈ ગયા છે. જેની ઘોષણા કરીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.
ગોવાના મુખ્યપ્રધાન ડો. પ્રમોદ સાવંતે કહ્યું કે, ગોવામાં તમામ કોરોના પોઝિટિવ કેસ નેગેટિવ આવ્યાં છે. ગોવા માટે આ સંતોષ અને રાહતના સમાચાર છે. આજે કોરોનાના છેલ્લા કેસનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. ડૉકટર્સની ટીમ અને સહાયક સ્ટાફ સાથે સફાઈકર્મીઓને કારણે આ શક્ય બન્યું છે. એ તમામ લોકો પ્રશંસાને પાત્ર છે. 3 એપ્રિલથી ગોવામાં કોઈ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.
બીજી તરફ દેશમાં કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં દેખાઈ રહી છે. આ અંગે ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે, મહારાષ્ટ્રની છ જેલોમાં વાસ્તવિક ક્ષમતા કરતાં વધુ કેદીઓ છે. જેથી અમે ઔરંગાબાદ જેલમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જેલની અંદર પોલીસ કર્મચારીઓના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઈને પણ જેલમાંથી બહાર કે અંદરની છૂટ નથી. અન્ય પાંચ જેલમાં પણ આવો જ નિર્ણય લઈ લોકડાઉન લાગુ કરવામાં આવશે.