થોડીવાર પહેલા ગોવાના મુખ્યપ્રધાન કાર્યલય નિવેદન જાહેર કરતા કહ્યું કે, મનોહર પાર્રિકરના સ્વાસ્થ્યની હાલત નાજુક છે. તમને જણાવી દઈએ કે, મનોહર પાર્રિકર છેલ્લા ઘણા દિવસોથી સ્વાસ્થય ખરાબ હોવાના કારણે ગોવા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. દેશના રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદે પણ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.
ગોવાના CM મનોહર પર્રિકરનું લાંબી બિમારી બાદ નિધન - bjp
નવી દિલ્હી: ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરનું અવસાન થયું છે. મનોહર પાર્રિકર મોદી સરકાર બની, ત્યારે રક્ષાપ્રધાન બન્યા હતા. મનોહર પર્રિકર સ્વચ્છ છબી ધરાવનાર નેતા હતા. સામાન્ય માણસની જેમ જીવન જીવતા હતા. સ્કૂટર લઈને પોતાના કાર્યાલયમાં જતા હતા.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, મનોહર પાર્રિકરને ફેબ્રુઆરી, 2018માં અગ્રાશયના કેન્સર થયું છે, તેવી ખબર પડી હતી. ત્યારથી તેમનું સ્વાથ્ય ખરાબ થઈ રહ્યું છે. છેલ્લા દિવસોમાં તેમની તબિયત બગડવાનું કારણ બ્લડ પ્રેશરમાં ઘટાડના કારણે થઈ રહ્યું છે.