મુંબઇ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ સોમવારે દાવો કર્યો હતો કે તેમણે બનાવેલા "ગો કોરોના ગો" સૂત્ર હવે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું છે.
તેમણે જણાવ્યુ હતું કે, "મેં ફેબ્રુઆરીમાં સૂત્ર આપ્યું હતું, જ્યારે ભારતમાં કોવિડ -19થી પરિસ્થિતિ એટલી ખરાબ નહોતી. તે સમયે લોકો કહેતા હતા, શું આ કોરોના દૂર થશે? હવે આપણે આ સૂત્ર આખી દુનિયામાં સાંભળી રહ્યા છીએ."
જ્યારે દેશની "સામૂહિક સંકલ્પ અને એકતા" બતાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલના જવાબમાં લાખો ભારતીયોએ રવિવારે રાત્રે 9 વાગ્યાથી નવ મિનિટ સુધી તેમના ઘરો પર લાઇટ બંધ કરી મીણબત્તીઓ, દીવા અથવા મોબાઇલ ફોનની ફલેશ લાઈટ ચાલુ કરી દીધી હતી. કોરોના વાઈરસ સામેની આ લડતમાં, આઠાવલે તેમના પરિવારના સભ્યો સાથે બાંદ્રા સ્થિત તેમના નિવાસ સ્થાને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતાં.
ફેબ્રુઆરીમાં, મુંબઇમાં ચાઈનાના કોન્સ્યુલ જનરલ ટાંગ ગુઓસાઈ અને બૌદ્ધ સાધુઓ આઠાવલેનો એક પ્રાર્થના સભામાં "ગો કોરોના, ગો કોરોના"નો નારા લગાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ વીડિયો 20 ફેબ્રુઆરીએ ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ચીનમાં કોરોના વાઈરસના પ્રસારને રોકવા માટે યોજાયેલી પ્રાર્થના દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો.