ભાજપ સાંસદે જણાવ્યું હતું કે, તેઓ એક જવાબદાર સાંસદ છે અને તેઓ ધરણા પર બેઠેલી વિદ્યાર્થીઓની સાથે છે. તો વળી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પણ જણાવ્યું કે, અમે પણ તેમની સાથે છીએ.જેના માટે યુનિવર્સિટીના સત્તા વાળા સાથે સતત સંપર્કમાં છીએ અને પ્રયાસ ચાલું છે કે, આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવે.
ભોપાલ: વિદ્યાર્થીઓને મળવા પહોંચેલા સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ ગો બેકના નારા લાગ્યા - માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિતા યુનિવર્સિટી
ભોપાલ: હંમેશા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ભોપાલની માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રીય પત્રકારિતા યુનિવર્સિટીની બે વિદ્યાર્થીનીઓ છેલ્લા 17 કલાકથી ધરણા પર બેઠી છે. તેમના સમર્થનમાં સાંસદ ત્યાં પહોંચ્યા હતા પણ અહીં એનએસયુઆઈના કાર્યકર્તાએ વિરોધ કર્યો હતો અને ગો બેકના નારા લગાવ્યા હતા.
pragya singh thakur
એનએસયુઆઈ કાર્યકર્તાઓનું કહેવું છે કે, જે વ્યક્તિ ગોડસેને દેશભક્ત ગણાવતા હોય તેને અમે યુનિવર્સિટીની અંદર પ્રવેશ કરવા દઈશું નહીં.