કંપનીના જણાવ્યા અનુસાર મુંબઈ-દિલ્હીથી અબુ ધાબી તથા બેંકોક સુધીની ઉડાન શરૂ થશે. તો આ બાજુ મુંબઈથી મસ્કત, કેરળના કન્નૂરથી દુબઈ અને કુવૈતથી ઉડાન ચાલુ થશે.
Go Air ની જાહેરાત, 7 નવા આંતરરાષ્ટ્રીય માર્ગ પર યાત્રા શરૂ કરશે - muskat
નવી દિલ્હી: વ્યાજબી ભાવે વિમાની સેવા પૂરી પાડતી કંપની ગોએયરે રવિવારે જણાવ્યું હતું કે, તેઓ હવે આગામી 19 જૂલાઈથી સાત નવા આંતરરાષ્ટ્રીય માર્ગ પર સેવા આપવા જઈ રહ્યું છે. જેમાં કુવૈત, દુબઈ તથા બેંકોક જેવા નવા સ્થળ પર હવાઈ યાત્રા શરૂ કરશે.
file
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, સાત નવા માર્ગમાં બેંકોક, દુબઈ તથા કુવૈત ગોએયર માટે નવું બજાર છે જો કે, ભારતના અલગ અલગ શહેરોમાં પહેલાથી જ ગોએયરનું સારુ એવું નેટવર્ક ઉભુ થઈ ગયું છે.