ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gmail સેવામાં વિક્ષેપ, ગૂગલની તપાસ ચાલુ - ગૂગલ ડૉક્સ

ગૂગલની ઈમેઇલ સર્વિસ Gmail આજ સવારથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. આને કારણે ઘણાં યૂઝરને તેમનું કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. Gmailની સાથે ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ડૉક્સ અને ગૂગલ મીટ જેવી સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. કંપનીએ હજુ સુધી આ સમસ્યાનું કોઈ કારણ આપ્યું નથી.

users-report-problems-connecting-to-several-g-suite-services-especially-gmail
Gmail સેવામાં વિક્ષેપ, ગૂગલની તપાસ ચાલુ

By

Published : Aug 20, 2020, 4:18 PM IST

નવી દિ્લ્હીઃ ગૂગલની ઇમેઇલ સર્વિસ Gmail આજ સવારથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. આને કારણે ઘણાં યૂઝરને તેમનું કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. Gmailની સાથે ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ડૉક્સ અને ગૂગલ મીટ જેવી સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. કંપનીએ હજુ સુધી આ સમસ્યાનું કોઈ કારણ આપ્યું નથી.

Gmail સેવામાં વિક્ષેપ, ગૂગલની તપાસ ચાલુ

11 ટકાથી વધુ યૂઝરને Gmail સેવા પર મેસેજ પ્રાપ્ત કરવામાં સમસ્યાની જાણ થઈ છે. 62 ટકા યૂઝરને ડૉક્યુમેન્ટ એટેચ કરવામાં સમસ્યા આવી રહી છે. 25 ટકા યૂઝરને લૉગ-ઈન સમસ્યા આવી રહી છે.

G Suite સ્ટેટસ ડેશબોર્ડ મુજબ, 'ગૂગલ Gmail સાથેની સમસ્યાના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે.' બાદમાં ગૂગલે કહ્યું, 'અમે હજુ આ સમસ્યાની તપાસ કરી રહ્યાં છીએ. અમે આ વિશે નવી માહિતી 20 ઓગસ્ટે બપોરે આપીશું. ત્યાં સુધી અમને સમસ્યાનો ઉકેલ મળી જાય તેવી આશા રાખીએ છીએ.' ડેશબોર્ડ મુજબ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ડૉક્સ અને ગૂગલ મીટ જેવી અન્ય ગૂગલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.

ABOUT THE AUTHOR

...view details