હૈદરાબાદઃ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા પૂર્વી લદ્દાખ ગતિરોધને લઇને રક્ષા વિશેષજ્ઞ કમર આગાએ કહ્યું કે, તણાવ વધવા પર ભારતની પાસે ચીન સામે વિશ્વ નેતાઓનું સમર્થન હશે. તેમણે કહ્યું કે, ચીન સમૃદ્ધ દેશ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર એકલો દેશ છે.
ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં રક્ષા વિશેષજ્ઞ કમર આગાએ કહ્યું કે, આ મામલે રુસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ડોકલામ ગતિરોધ દરમિયાન તે ભારતની સાથે હતો. ભારતના રશિયા સાથેના મજબુત સંબંધ છે. તે ભારતની વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી ન કરવા માટે ચીન પર દબાવ બનાવશે.
તેમણે આગળ કહ્યું કે, રુસની સાથે ભારતને પૂર્વી યૂરોપીય દેશોનું પણ સમર્થન મળશે. ભારતના 70 ટકા હથિયાર રુસ અને પૂર્વી યૂરોપથી આવે છે. ચીન સમૃદ્ધ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની છબી વૈશ્વિક શક્તિના રૂપમાં નથી. ગલવાનમાં થયેલી ઝડપ બાદ તેની છબીને વધુ નુકસાન પહોંચ્યું છે.
દક્ષિણ એશિયાઇ દેશો વિશે બોલતા તેમણે કહ્યું કે, નેપાળ અને શ્રીલંકા ભારત માટે સમસ્યા ઉભી કરશે નહીં. દક્ષિણ એશિયા અને પૂર્વી એશિયાના લગભગ 8-10 દેશ ભારતનું સમર્થન કરશે. એટલું જ નહીં, દક્ષિણ ચીન સાગરની આસપાસના રાષ્ટ્ર પણ ભારતને સમર્થન કરશે.
તેમણે કહ્યું કે, જાપાનની સાથે ચીનના સંબંધ સ્થિર નથી. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા પણ તેનાથી નાખુશ છે. ભારતના આ દેશો સાથેના સંબંધ સારા છે અને ભારતે બધાને સાથે લઇને ચાલવું પડશે.