આ સમગ્ર ભૂખમરાની યાદીમાં ચીન 25માં સ્થાને છે. જ્યાં ભૂખમરાનું સ્તર ખૂબ ઓછું છે, જ્યારે શ્રીલંકામાં ભૂખમરાની સ્થિતિ પ્રમાણમાં સારી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર, બાળકોનું કદ નાનું હોવુ અને ખાદ્ય અપૂરતીના કારણે ઉદ્ભવતા કુપોષણની બાબતોમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. વળી, કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કરી ખુલ્લામાં શૌચની સમસ્યા હજુ પણ યથાવત્ હોવાનું આ રિપોર્ટમાં દર્શાવ્યું છે.
ભૂખમરા અને કુપોષણ પર નજર રાખનારી GHIની વેબસાઈટમાં બુધવારે જણાવ્યું કે બેલારૂસ, યૂક્રેન, તૂર્કી, ક્યુબા અને કુવૈત સહિત 117 દેશ પાંચથી ઓછા GHI આંક સાથે સર્વોચ્ચ સ્થાને રહ્યા છે. આયરલેન્ડની એજન્સી 'કન્સર્ન વર્લ્ડવાઈડ' અને જર્મનીના સંગઠન 'વેલ્ટ હંગર હિલ્ફે' દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાની સ્થિતિ ગંભીર હોવાનું દર્શાવ્યુ છે.
ભારત ગત વર્ષે 119 દેશોની યાદીમાં 103માં સ્થાને હતો. જ્યારે વર્ષ 2000માં 113 દેશોની યાદીમાં 83માં સ્થાને હતો. આ વખતે 117 દેશોની યાદીમાં 102 ક્રમાંકે છે. જો કે, GHI આંકની વાત કરીએ તો ભારતની સ્થિતિ પહેલા કરતા સુધરી છે. કારણ કે 2005માં 38.9 અને 2010માં 32 ટકા ભૂખમરો હતો તે 2019માં ઘટીને 30.3 ટકા થયો છે.