ન્યૂઝ ડેસ્ક : વિશ્વના 180 દેશો જીવલેણ કોરોના વાઇરસના ભરડામાં આવી ચૂક્યા છે, ત્યારે તેની સામે લડત આપીને તેને હંફાવવા માટે વૈશ્વિક લવચિકતા તાતી જરૂર છે. આ મહામારીથી વિશ્વના 9,50,713 લોકો ચેપગ્રસ્ત બન્યા છે અને 48,313થી વધુ લોકો મોતને ઘાટ ઉતર્યા છે, પરંતુ સમગ્ર વિશ્વના દેશોની સરકારો સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાય તેના ઝડપી ફેલાવાને અટકાવવા માટે કોઈ નક્કર ઉપાય શોધી શકી નથી.
જ્યારે જોખમો વિશે અંદાજ બાંધવો મુશ્કેલ હોય ત્યારે સ્થિતિ સ્થાપકતા મહત્ત્વની છે અને તે અલગતામાં તપાસી શકાય નહીં અને સરકારોએ જોખમો નક્કી કરવા બહુસ્તરીય પ્રક્રિયાના આધારે વ્યવસ્થાતંત્રની વિચારસરણીની માનસિકતા અપનાવવાની આવશ્યકતા છે. કટોકટીના સમયે વૈશ્વિક જોખમો સામે સરકારોની પ્રતિક્રિયા આપવાની ક્ષમતાની ચકાસણી પણ થાય છે.