હૈદરાબાદ : ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 24 જુલાઈ સુધીમાં 6,36,470થી વધુ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,56,51,910 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. આપને જણાવી દઈએ કે, આ કોરોનાનો આંકડો સતત બદલતો રહે છે.
દુનિયાભરમાં કરોનાથી 6.36થી વધુ લોકોના મોત, જાણો વૈશ્વિક આંકડા - CoronavirusFacts
દુનિયાભરમાં કોરોના વાઈરસથી ફેલાયેલી મહામારીના કારણે લાખો લોકોના મોત થયા છે. ગત ડિસેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો, અત્યારસુધીમાં કોરોના સંક્રમણથી કુલ 6 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 1,56,51,910થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે.
coronavirus pandemic
જાહેર થતાં આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 95,35,338થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 54,80,102થી વધુ એક્ટિવ કેસ છે. જેમાં અંદાજે 66,256થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડેમીટરથી લેવામાં આવ્યા છે.