હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઇરસે આખી દુનિયાભરમાં 20 જુલાઇથી સવારે 8 વાગ્યે ભારતીય સમય અનુસાર, 6,08,539કરતા વધારે લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,46,33,037લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. આ કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે.
વિશ્વભરમાં 6 લાખથી વધુ લોકોનાં કોરોનાથી મોત, હજુ પણ 59 હજાર લોકોની સ્થિતિ ગંભીર
દુનિયાભરમાં કોરોના વાઇરસ (COVID-19) થી ફેલાયેલી મહામારીએ લાખો લોકના જીવ લીધા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો, ત્યાર પછી કોરોનાના સંક્રમણમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યાં છે. દુનિયા ભરમાં 108થી વધુ દેશો અને પ્રદેશોમા 1,46,33,037 લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે.
વૈશ્વિક આંકડો જાણોઃ વિશ્વભરમાં 6 લાખથી વધુ લોકોનાં કોરોનાથી થયા મોત
આંકડાને લઇને દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 8,736,951કરતા વધારે લોકો સ્વસ્થ પણ થયા છે. દુનિયાભરમાં5,300,054વધુ કેસ કોરોના પોઝિટિવ છે. 59,606કરતા વઘારે કેસ ગંભીર છે.આ આંકડો (Worldometer) વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યો છે.