ન્યૂઝ ડેસ્ક: કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં 77,31,673 થી વધુને લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ત્યારે 4,28,210થી વધુ લોકોના મોત થયા છે. સાથે જ અત્યારસુધીમાં 39,25,273 થી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે.
યુએસના ટેક્સાસ રાજ્યમાં દૈનિક કોરોના હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા ચાર દિવસમાં ત્રીજી વખત નવી ટોચ પર પહોંચી છે. કારણ કે, રાજ્યના અધિકારીઓ જાહેર પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધોને હળવા કરી રહ્યાં છે.
આરોગ્ય અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ટેક્સાસની હોસ્પિટલોમાં 2,166 દર્દીઓ COVID-19થી સંક્રમિત છે. જેમાં બુધવારની સંખ્યા કરતાં વધુ 13 લોકોનો સમાવેશ થયો છે.