નવી દિલ્હી : વિશ્વમાં કોરોના દર્દીની સંખ્યા સતત વધતી જઇ રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ દુનિયામાં અત્યાર સુધીમાં 12,73,712 કોરોના વાઇરસથી સંક્રમિત થયાનું જાહેર થયું છે. જ્યારે 69,458 લોકોના મોત નિપજ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ 208 દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયું છે. જો યૂરોપ દેશની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 6,42,330 કેસ સામે આવ્યા છે અને 47,093 મોત થયા છે.
જણાવી દઇએ કે કોરોના વાઇરસના સંક્રમણ મામલો ડિસેમ્બરમાં ચીનમાં સામે આવ્યો હતો, ત્યારબાદ વિશ્નમાં 208 દેશમાં આ મહામારીના કારણે 12.73 લાખ કેસ દાખલ થયા છે. આ કેસમાં ઓછામાં ઓછા 2,33,000 લોકો સ્વાસ્થ્યમાંથી ઉગરી ચૂક્યા છે.
આ સમગ્ર મહામારી મામલે અમેરીકામાં કોરોના વાઇરસના પગલે એક જ દિવસમાં 1200 લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી એકમાત્ર ન્યુયોર્કમાં જ 600 લોકોના મોત નિપજ્યા છે.