નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ સોમવારે રાત્રે અચાનક એક ટ્વિટ કરી સોશિયલ મીડિયાને લઈ ધડાકો કર્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનને શીખામણ આપતા કહ્યું કે, નફરતને છોડો, સોશિયલ મીડિયા નહીં.
વડાપ્રધાને એક ટ્વિટમાં કહ્યું કે, આ રવિવારનાં ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને છોડવાનું વિચારી રહ્યો છું. વડાપ્રધાનના આ ટવીટને રીટ્વીટ કરતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ‘આદરણીય વડાપ્રધાન, હું તમને વિનંતી કરું છું કે તમે એવા ટ્રોલ્સની ફોજને આ સલાહ આપો જે તમારા નામ પર લોકોને દર સેકન્ડ અપશબ્દ કહી ધમકી આપે છે.
આ પહેલા મોદીએ ટ્વિટ કર્યું હતું કે 'આ રવિવારે (8 માર્ચ) હું ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિતના મારા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાની વિચારણા કરી રહ્યો છું.