ભિંડઃ અંચલની દીકરીઓએ હાથ બંદૂક પકડી પૂરા આત્મવિશ્વાસ સાથે ફાયરિંગ કરવા સજ્જ થઈ છે. તેમણે આ બંદૂક સામજિક સમાનતાને ચિંધવા માટે ઉઠાવી છે. કારણ કે, ભિંડ વિસ્તાર ચંબલમાં આવેલો છે. જેને ઘણી ગેરમાન્યતાઓ લોકોમાં જોવા મળે છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતી દીકરીઓના સપનાને ઉડાણ મળતી નથી. પરંતુ હવે આ વિસ્તારમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. દીકરીઓએ પોતાની જાતને પૂરવાર કરવા માટે લડત શરૂ કરી દીધી છે. જેમાં ઉત્કૃષ્ટ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય મદદરૂપ બની છે.
આ વિદ્યાલયના શિક્ષકો દ્વારા શરૂ કરાયેલી આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને એક નવી ઓળખ મળી છે. જેમાં સ્કૂલ મેનેજમેન્ટ અને કોચ ભૂપેન્દ્ર કુશવાહ મદદરૂપ બન્યા છે.
એર રાઈફલ સ્પોર્ટસમાં ભિંડની વિદ્યાર્થિઓ મેદાનમાં ઉતરી કોચ ભૂપેન્દ્ર કુશવાહના જણાવ્યુનુસાર, વિદ્યાર્થીઓ પાસે પ્રેક્ટીસ માટે પૂરતી સુવિધાઓ નથી. છતાં તેઓ શાળા દ્વારા ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને પોતાની આવડતોનો પરચો બતાવ્યો છે. 21 દીકરીઓએ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં રાજ્ય સ્તરે ગોલ્ડ પોતાને નામ કર્યો છે.
આચાર્યએ કહ્યું કે અમે શક્ય એટલી મદદ કરીએ છીએ..
સરકારી ઉત્તમ ઉચ્ચતર માધ્યમિક શાળા નંબર 1 ના આચાર્યે આ અંગે જણાવ્યું હતું કે, "તેમની શાળાના બાળકો સમયાંતરે રમત-ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેતા રહે છે. અહીં બાળકો ખૂબ જ પ્રતિભાશાળી છે. તેથી જો તેમને યોગ્ય દિશા બતાવવામાં આવે તો તેઓ આગળ એર રાઇફલમાં જઈ શકે છે. જ્યારે શૂટિંગની રમતની પણ વાત આવી, ત્યારે શાળા વતી સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા બે એર રાઇફલ લક્ષ્યો અને તાપમાન શ્રેણી ગોઠવવામાં આવી હતી".
ભિંડની દીકરીઓ રાઇફલ શૂટિંગ માટે તૈયાર ભિંડની દીકરીઓ રાઇફલ શૂટિંગ માટે તૈયાર સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવા આપી ખાતરી....
આ અંગે વહીવટી અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે રમત-ગમત અધિકારી અરૂણ કુમારે કહ્યું હતું કે, "ખેલાડીઓને સારા ભવિષ્ય માટે કામ કરવું પડશે. અમને શાળાના આચાર્ય દ્વારા લેખિતમાં કોઈ જાણકારી નથી. જો આવી કોઈ અરજી તેમની પાસે આવશે તો તેઓ ચોક્કસથી બાળકોને જરૂરી ઉપકરણો ઉપલબ્ધ કરવામાં મદદ માટે પ્રયાસો કરશે."