હૈદરાબાદઃ છત્તીસગઢની એક 12 વર્ષની બાળકી તેલંગાણાથી બીજાપુર પગપાળા પોતાના ઘરે જઈ રહી હતી. જેનું 18 એપ્રિલના રોજ થાક લાગવાને કારણે મોત થયું હતું. લોકડાઉન દરમિયાન આ બાળકી અન્ય 10 લોકો સાથે પગપાળા પોતાના ઘરે જઈ રહી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાકી
આ ઘટના અંગે બીજાપુરના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે,' મે હજી બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો નથી, પરંતુ બાળકીનું મોત થાક, ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન એટલે કે શરીરમાં પાણીની કમી હોવાથી થયું છે.' આ સાથે તેમણે વધુમાં કહ્યું કે આ 11 લોકો તેલંગાણા મરચાના ખેતરમાં કામ કરવા માટે ગયા હતાં.