ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુમાં યુવતીએ શ્વાન માટે છોડી જીંદગી... જાણો કારણ! - Girl ends life

કોઈમ્બતુરઃ તમિલનાડુના કોઈમ્બતુર વિસ્તારમાં એક કવિતા નામની એકાઉન્ટન્ટ યુવતીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આત્મહત્યાનું કારણ જાણીને તમે પણ અચંબિત થઈ જશો, કે કોઈ પોતાના પાલતુ પ્રાણી માટે આવું પણ કરે.

fdfd

By

Published : Nov 2, 2019, 1:23 PM IST

તમિલનાડુના કોઈમ્બતુરમાં કવિતા નામની એકાઉન્ટન્ટ યુવતીએ પોતાના શ્વાન માટે જીવન ટુંકાવ્યું. કવિતાએ પરિવાર માટે એક નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે મારા શ્વાનનું ધ્યાન રાખજો. પરિવાર દ્વારા કવિતાને શ્વાનને છોડવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી તેણીએ આ પગલું ભર્યું હતું.

કવિતાએ બે વર્ષ પહેલા આ શ્વાન ખરીદ્યું હતું, પંરતુ આ શ્વાન રોજ અડધી રાતે ખુબ જ ભસતું હતું, જેની પાડોશી વારંવાર તેના પિતાને ફરિયાદ કરતા હતાં. તેથી પિતા પણ છુટકારો મેળવવા તેના પર દબાણ કરતા હતા. જે કવિતાને મંજુર નહોતું. તેથી તેણીએ શ્વાનને છોડવાને બદલે જીંદગી છોડવાનું નક્કી કર્યુ અને આખરે ઓરડામાં જીવન ટુંકાવ્યું. જોકે કવિતાએ પરિવાર માટે એક નોટ પણ લખી હતી, જેમાં લખ્યું હતું કે મારા શ્વાનનું ધ્યાન રાખજો.

ABOUT THE AUTHOR

...view details