ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારઃ ગોપાલગંજ જિલ્લામાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા - Sindhwalia Police Station

બિહારના ગોપાલગંજ જિલ્લામાં પટ્ટીદારના મકાનની અંદર રહેલા એક બોક્સમાં બંધ 12 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે આરોપીનો સમગ્ર પરિવાર ઘર છોડીને ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે ફરાર થયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

girl-dead-body-
બિહારના ગોપાલગંજ જિલ્લામાં એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો, દુષ્કર્મ બાદ હત્યાનું અનુમાન

By

Published : Aug 26, 2020, 7:35 PM IST

ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજ જિલ્લામાં પટ્ટીદારના મકાનની અંદર રહેલા એક બોક્સમાં 12 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે આરોપીનો સમગ્ર પરિવાર ઘર છોડીને ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે ફરાર થયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

બાળકી તેની બહેનપણી સાથે રમવા જવાની વાત કરી ઘરેથી બહાર ગઇ હતી, જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતું તે ક્યાય મળી ન હતી, જો કે, ત્યારબાદ પરિવારજનો પટ્ટીદારના ઘરે પહોચ્યા તો ઘરમાં તાળુ લગાવેલું હતું અને ઘરના તમામ લોકો નાસી છૂટ્યા હતા.

જેથી બાળકીના પરિવારજનો અને ગ્રામીણોએ તેમના ઘરનું તાળુ તોડીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે કોઇની નજર મકાનમા રાખેલા બોક્સ પર પડી હતી, જ્યારે બોક્સને ખોલવામાં આવતા બોક્સમાં બાળકીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં સ્થાનિકો બાળકીની દુષ્કર્મ બાદ હત્યા થઇ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.

બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં સનસનાટી મચી ગઇ હતી. ગ્રામજનોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે હાલ આ કેસની તપાસ કરી આરોપીઓની ઘરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. સિંધવલિયા પોલીસ મથકના રણજીત પાસવાનના જણાવ્યા મુજબ 12 વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ એક ઘરમાંથી મળી આવ્યો છે. આ કેસની તમામ એંગલ પર તપાસ થશે.

ABOUT THE AUTHOR

...view details