આઝમગઢ: ઉત્તરપ્રદેશમાં લુધિયાણાથી શ્રમિકોને લઈને જતી સરાયમીર પહોંચેલી ટ્રેનમાં એક મહિલને પ્રસુતી પીડા થવા લાગી હતી. ટ્રેનમાં હાજર મહિલાઓની મદદથી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. પિતાએ છોકરીનું નામ 'કોરોના દેવી' રાખ્યું છે.
ઉત્તરપ્રદેશમાં મહિલાએ શ્રમિક ટ્રેનમાં બાળકીને આપ્યો જન્મ - ઉત્તરપ્રદેશ લોકડાઉન
ઉત્તરપ્રદેશમાં લુધિયાણાથી શ્રમિકોને લઈને જતી સરાયમીર પહોંચેલી ટ્રેનમાં એક મહિલને પ્રસુતી પીડા થવા લાગી હતી. ટ્રેનમાં હાજર મહિલાઓની મદદથી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. માતા અને બાળકી બંને સ્વસ્થ છે.
આંબેડકરનગર જિલ્લાના રહેવાસી સુભાષ રામ આજીવિકાની શોધમાં લુધિયાણામાં નોકરી કરતો હતો. પરંતુ કોરોનાને લીધે વતન પરત ફરવા લુધિયાણાથી લેબર સ્પેશિયલ ટ્રેનમાં ચડ્યાં હતા, સાથે તેમની પત્ની સરોજા પણ હતી. ટ્રેન અયોધ્યા પહોંચ્યા પછી સરોજાને પ્રસુતીની પીડા થવા લાગી હતી. આ દરમિયાન મુસાફરી કરતી મહિલાઓ તેમની ડિલિવરી કરાવી હતી, અને મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.
આ અંગે ડોક્ટરને જાણ કરી સરાયમીર રેલવે સ્ટેશન પર બોલાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમણે મહિલા અને બાળકીની તપાસ કરી હતી. તપાસમાં માતા અને બાળકી બંને સ્વસ્થ આવ્યાં છે.