પોતાના સંસદીય મત ક્ષેત્ર બેગૂસરાયમાં પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રીય પ્રધાન ગિરીરાજ સિંહે અમિતશાહના નિવેદનને સમર્થન કરતાં કહ્યું હતું કે, "બિહારની આગામી વિધાસભાની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ થશે. લોકસભા ચૂંટણી અમે સમાન બેઠકો પરથી લડી હતી. આશા છે કે, વિધાનસભા ચૂંટણી પર આ પ્રમાણે જ લડવામાં આવે."
બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડાશેઃ ગિરીરાજ સિંહ - મુખ્યપ્રધાન નીતિશ કુમાર ન્યૂઝ
ઉત્તરપ્રદેશઃ ભાજપા પ્રમુખ અમિત શાહે થોડા દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે, "મુખ્યપ્રધાન નીતિશ કુમાર બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુનું નેતૃત્વ કરશે. આ નિવેદનને સમર્થન કરતાં કેન્દ્રીય પ્રધાન ગિરીરાજ સિંહે પણ ભાજપના આ નિર્ણયને આવકાર્યો હતો."
બિહાર વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ ભાજપા પ્રમુખ અમિત શાહે નિવેદન આપ્યુ હતું કે મુખ્યપ્રધાન નીતિશ કુમાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુનું નેતૃત્વ કરશે.