સરહાનપુરઃ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ મંગળવારે સાંજે દેવીકુંડના મહાકાળેશ્વર મંદિરના આશ્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે આશ્રમના સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે CAA વિરુદ્ધ આંદોલનને દેશ વિરોધી ગણાવ્યું હતું. તેમજ દિલ્હીમાં મળેલી હાર માટે ભાજપની ભૂલનું પરિણામ ગણાવ્યું હતું.
ગિરિરાજ ફરી ગરજ્યાં, કહી નાંખી આવી વાત, જાણો વિગતે - CAA અંગે ગીરીરાજ સિંહનું નિવેદન
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહ પોતાના નિવેદનને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે કહ્યું હતું કે, "દેવબંદ આતંકવાદની ગંગોત્રી છે. દુનિયાભરમાં આતંકવાદીઓ ત્યાંથી જ જન્મે છે. ભલે એ હાફિસ સઈઝ હોય કે અન્ય આતંકી..."
![ગિરિરાજ ફરી ગરજ્યાં, કહી નાંખી આવી વાત, જાણો વિગતે Giriraj Singh c](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6044755-thumbnail-3x2-giri.jpg)
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદાના થતાં વિરોધ પ્રદર્શનને અંગે કહ્યું હતું કે, "આ આંદોલન CAAના વિરોધમાં નથી, પણ આ ભારતના વિરોધમાં છે." ગિરિરાજે કહ્યું હતું કે, "આ એક રીતે ખિલાફત આંદોલન છે. જો આ CAAનો વિરોધ હોત, તો શાહીન બાગમાંથી શરજીલ ઇમામનો અવાજ જ નીકળ્યો ન હોત..., તે આસામને ભારતથી કાપી નાખીને ભારતને નબળું કરવાની વાતો કરી રહ્યો છે. તેનું ચાલે તો ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવી દે."
આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "સ્પષ્ટ રીતે શાહીન બાગમાં એવું નથી કહેવાઈ રહ્યું કે, આપણા સમુદાયને નુકસાન પહોંચાડનાર બર્બાદ થઈ જશે, ત્યાં અફઝલ ગુરુ અને યાકુબ મેમણના નારા છે. જેના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે, શાહીન બાગના બાળકો અને મહિલાઓમાં ઝેર ભરાઈ રહ્યું છે." આમ, દેશભરમાં થતાં નાગરિકતા સંશોધન કાયદાના થતાં વિરોધ પ્રદર્શનને ગિરિરાજ સિંહે ખિલાફત આંદોલન આંદોલન ગણાવ્યું હતું.