નવી દિલ્હી: ગાઝિયાબાદમાં પોલીસકર્મીઓ ડ્યૂટીની સાથે સાથે સામાજિક ફરજ બજાવી રહ્યાં છે. ખોડા વિસ્તારમાં જ્યારે પોલીસકર્મીઓ ડ્યૂટી પર હતા ત્યારે તેમને જાણ થઇ હતી કે, લોકડાઉન દરમિયાન કોઇ પણ રક્તદાન કરવા રક્તદાન શિબિરની વાનમાં પહોંચ્યું નથી. આ જાણ થતાં જ પોલીસકર્મીઓ રક્તદાન કરવા પહોંચી ગયા અને દેશહિત માટે રક્તદાન કર્યું. પોલીસકર્મીઓએ કહ્યું કે કોઈ પણ હોસ્પિટલમાં લોહીની અછત સર્જાવી ના જોઈએ.
લોકડાઉન વચ્ચે ગાઝિયાબાદમાં પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું - રક્તદાન
ગાઝિયાબાદમાં પોલીસકર્મીઓ ડ્યૂટીની સાથે સાથે સામાજિક ફરજ બજાવી રહ્યાં છે. ખોડા વિસ્તારમાં જ્યારે પોલીસકર્મીઓ ડ્યૂટી પર હતા ત્યારે તેમને જાણ થઇ હતી કે, લોકડાઉન દરમિયાન કોઇ પણ રક્તદાન કરવા રક્તદાન શિબિરની વાનમાં પહોંચ્યું નથી. આ જાણ થતાં જ પોલીસકર્મીઓ રક્તદાન કરવા પહોંચી ગયા અને દેશહિત માટે રક્તદાન કર્યું.
![લોકડાઉન વચ્ચે ગાઝિયાબાદમાં પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું Ghaziabad police donated blood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6938656-746-6938656-1587820028982.jpg)
લોકડાઉન વચ્ચે ગાઝિયાબાદમાં પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું
પોલીસકર્મીઓ પોતાની ડ્યૂટી નિભાવવાની સાથે સાથે સામાજિક કર્તવ્ય નિભાવી રહ્યાં છે. લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે, પોલીસની મદદ કરો. લોકડાઉન દરમિયાન પોલીસ સતત લોકોની રક્ષા માટે ખડેપગે છે. પોલીસકર્મીઓ પોતાની ચિંતા કર્યા વગર દેશસેવા કરી રહ્યાં છે.