લખનઉ: ઉત્તર પ્રદેશનો ગાઝિયાબાદ જિલ્લો કોવિડ -19ના ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે. ગાઝિયાબાદમાં કોરોના ખૂબ ઝડપથી વધી રહ્યો છે. જિલ્લામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3200ને વટાવી ગઈ છે. જ્યારે 1200થી વધુ જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓ છે. ગાઝિયાબાદની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ પણ કોરોનાના સંક્રમણ જોવા મળ્યું છે.
ગાઝિયાબાદઃ કોરોના સંક્રમણને કારણે જિલ્લા અદાલત બુધવારે બંધ રહેશે - up corona update
ઉત્તરપ્રદેશનો ગાઝિયાબાદ જિલ્લો કોવિડ -19ના ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે. ગાઝિયાબાદમાં કોરોના ખૂબ ઝડપથી વધી રહ્યો છે. જિલ્લામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3200ને વટાવી ગઈ છે.
ગાઝિયાબાદઃ કોરોના સંક્રમણને કારણે જિલ્લા અદાલત કાલે બંધ રહેશે
જિલ્લા કાનૂની સેવા ઓથોરિટીના સેક્રેટરી હરિકેશ કુમારે આપેલી માહિતી અનુસાર, ગાઝિયાબાદ જિલ્લા અદાલત કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ચીફ મેડિકલ ઓફિસરના રિપોર્ટ પ્રમાણે કોર્ટને સેનિટાઈઝ કરવા માટે કોર્ટ 15 જુલાઈએ બંધ રહેશે. આ પહેલાં પણ કોરોનાના કેસ આવ્યા બાદ જિલ્લા અદાલતને 6 અને 7 જુલાઈએ બંધ કરવામાં આવી હતી. હવે 16 જુલાઈથી કોર્ટ ફરીથી કાર્યરત થશે.